Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરફેસબુક ઉપર ફેકઆઈડીથી ગુનાહિત પ્રવૃત્તિ આચરનારની પાસા હેઠળ ધરપકડ

ફેસબુક ઉપર ફેકઆઈડીથી ગુનાહિત પ્રવૃત્તિ આચરનારની પાસા હેઠળ ધરપકડ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચનારા તસ્કરો સામે પાસા હેઠળ કાર્યવાહી અંતર્ગત ફેસબુક ઉપર ફેકઆઈડીથી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તથા ચીટીંગના ગુના આચરનાર શખ્સ સામે પાસાની દરખાસ્ત કલેકટર દ્વારા મંજૂર કરાતા એલસીબીની ટીમે સીક્કાના શખ્સને દબોચી લઇ અમદાવાદની સાબરમતિ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ભાવનગરનો વતની અને હાલ જામનગર તાલુકાના સીક્કામાં પંચવટી સોસાયટીમાં સોઢા સ્કુલ પાસે રહેતો અફઝલ કાસમ લાખાણી નામના શખ્સ દ્વારા ફેસબુક ઉપર ફેક આઈડી બનાવી બનાવી સમાજમાં બદનામ, અપમાન, બદનક્ષી થાય તેવી પોસ્ટ અને અલગ અલગ ફોટોઝ એડીટ કરી અશોભનિય લખાણ લખી પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવા લખાણો ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરતો હતો. ઉપરાંત ફેસબુકની ફેકઆઈડીનો ઉપયોગ કરી માણસો પાસેથી માલસામાનની ખરીદી કરી પૈસા નહીં ચૂકવી છેતરપિંડી આચરતો હતો. તેમજ માણસોને કામે રાખી મજૂરીના પૈસા પણ ચૂકવતો ન હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની અનેક અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર અફઝલ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા અને સ્ટાફના શરદ પરમાર, હિરેન વરણવા દ્વારા પાસાની દરખાસ્ત કલેકટર સમક્ષ મોકલવામાં આવી હતી.

આ પાસાની દરખાસ્ત કલેકટર બી.એ. શાહ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેથી એલસીબીની ટીમે સીક્કામાં અફઝલ કાસમ લાખાણી નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદની સાબરમતિ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. અફઝલ લાખાણી વિરૂધ્ધ અગાઉ સીક્કામાં પૂર્વઆયોજિત કાવતર રચી આઈટી એકટ સહિતની કલમો હેઠળ એક ગુનો તથા જામનગરના સીટી એ ડીવીઝનમાં સીક્કા પોલીસ સ્ટેશનમાં અને સીટી બી ડીવીઝનમાં છેતરપિંડી સહિતના ચાર ગુનાઓ નોંધાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular