જામનગર શહેરના બેડીથરી વિસ્તારમાં રહેતા વાઘેર પરિવારની તેર વર્ષની તરૂણીએ ભાઈ સાથે ટીવી જોવાની ના પાડતા મનમાં લાગી આવતા તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડીમાં થરી વિસ્તારમાં રહેતા વેપારી ફારુકભાઈ મામદભાઈ નારેજા નામના યુવાનની પુત્રી હુશેનાબેન નામની તરૂણીને તેણીના ભાઈએ ટીવી જોવાની ના પાડતા મનમાં લાગી આવતા હુશેનાબેન (ઉ.વ.13) નામની તરૂણીએ શુક્રવારે બપોરના સમયે તેણીના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તરૂણીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ફારુકભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે ડી ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.