જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ચાર શખ્સોને રૂા.94,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા બે સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામની સીમમાં આવેલી બ્રિજરાજસિંહ નવલસિંહ જાડેજા નામનો શખ્સ તેના ખેતરમાં ઘોડીપાસાનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે વી ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન બ્રિજરાજસિંહ નવલસિંહ જાડેજા, વિજય જેન્તીલાલ ધકાણ, બસીર અબ્બાસ બાબવાણી, આસીફ ઉર્ફે સુલતાન યુનુસ આમદ ખફી નામના ચાર શખ્સોને રૂા.18,900 ની રોકડ રકમ અને રૂા.15,500 ની કિંમતના ચાર મોબાઇલ તથા રૂા.60 હજારની કિંમતની બે બાઇક સહિત કુલ રૂા.94,400 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા સુનિલ લાલવાણી અને અમીત ગંઢા સહિતના છ શખ્સોે વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


