Friday, December 27, 2024
Homeરાજ્યહાલારસૌરાષ્ટ્રમાં મુસાફરો પાસેથી રોકડ ચોરી આચરતી તસ્કર ત્રિપુટી ઝડપાઇ

સૌરાષ્ટ્રમાં મુસાફરો પાસેથી રોકડ ચોરી આચરતી તસ્કર ત્રિપુટી ઝડપાઇ

જામજોધપુર સ્થાનિક પોલીસે માર્કેટીંગ યાર્ડ પાસેથી દબોચ્યા : રોકડ રકમ અને ઈકો કાર તથા એક મોબાઇલ કબ્જે : પોરબંદરના ખેડૂતની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસને સફળતા

- Advertisement -

જામજોધપુર માર્કેટીંગ યાર્ડ જઈ રહેલા પોરબંદરના ખેડૂત પ્રૌઢના ખીસ્સામાંથી અડધા લાખની રોકડ ચોરીના બનાવમાં જામજોધપુર પોલીસે તસ્કર ત્રિપુટીને ઝડપી લઇ તેની પાસેથી કાર સહિત રૂા.3.60 લાખનો મુદ્દામાલ કરી વધુ પૂછપરછ હાથ ધરતા ત્રિપુટીએ 13 જેટલી ચોરી આચર્યાની કેફિયત આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, પોરબંદર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતાં ડાયાભાઈ પાથર નામના ખેડૂત જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેંચવા આવ્યા હતાં અને પાક વેંચી રોકડ રકમ લઇ ઈકો કારમાં બેસી પરત જતાં હતાં તે દરમિયાન ઈકોના ચાલક સહિતના ત્રણ શખ્સોએ ખેડૂતના ખીસ્સામાંથી અડધા લાખની રોકડ રકમ ચોરી કરી હતી. આ બનાવમાં હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, માનસંગ ઝાપડિયા અને અશોક ગાગીયાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, માનસંગભાઈ ઝાપડિયા, અશોકભાઈ ગાગીયા, દિલીપસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, વલ્લભ ભાટ્ટુ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન તસ્કર ત્રિપુટી જામનગર માર્કેટીંગ યાર્ડમાં ચોરી કરવા આવતી હોવાથી સ્થાનિક જામજોધપુર પોલીસે બાતમી મુજબની જીજે-03-એલઆર-4916 નંબરની ઈકો કારને આંતરી લીધી હતી.

પોલીસે કારને આંતરી તેમાંથી મુકેશ રામજી સોલંકી (રાજકોટ), કૈલાશ લાભુગીરી ગોસ્વામી દશનામી (પોરબંદર), પારસ ઉર્ફે પરેશ ઉર્ફે પકો દિલીપ રાજકોટીયા (પોરબંદર) નામના ત્રણ શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી રૂા.50 હજારની રોકડ રકમ, એક મોબાઇલ ફોન અને ઈકો કાર સહિત કુલ રૂા.3,60,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ તસ્કર ત્રિપુટી ચોરી કરવા માટે ઈકો કાર અથવા રીક્ષાનો ઉપયોગ કરી તેમાં બેસેલા પેસેન્જરોની નઝર ચૂકવી રોકડ રકમની ચોરી કરતાં હતાં તેમજ ટોળકીએ એક ડઝનથી વધુ ચોરી આચર્યાની કેફીયત આપી હતી. જેમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડ પાસેથી 45,000, રાજકોટ બસ સ્ટેશન પાસેથી રૂા.45,000, રાણાવાવ બસ સ્ટેશન પાસેથી રૂા.10,000, પોરબંદર સુદામા ચોક પાસેથી રૂા.23,000, જેતપુર સરદાર ચોક પાસેથી રૂા.20,000, જૂનાગઢમાંથી રૂા.25,000, પોરબંદરમાંથી રૂા.25,000, પાલીતાણામાંથી રૂા.15,000, રાણાવાવમાંથી રૂા.8,000, કુતિયાણા પાસેથી રૂા.22,000, પોરબંદર-માંગરોળ રોડ પરથી રૂા.22,000, કેશોદમાંથી રૂા.8,000, પોરબંદરમાંથી રૂા.4,000 ની 13 ચોરીઓ આચર્યાની કેફિયત આપી હતી.

- Advertisement -

તેમજ ઝડપાયેલા મુકેશ રામજી સોલંકી વિરૂધ્ધ રાજકોટના જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં પાંચ ગુના નોંધાયેલા છે. જામજોધપુર પોલીસે આ તસ્કર ત્રિપુટીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular