Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નગરપાલિકાની ગરબીમાં સાંસદ પૂનમબેન ગરબે રમ્યા

ખંભાળિયા નગરપાલિકાની ગરબીમાં સાંસદ પૂનમબેન ગરબે રમ્યા

- Advertisement -

ખંભાળિયામાં અગાઉની જેમ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા ખાસ કરીને બહેનો માટે વિનામૂલ્યે નવરાત્રી પર્વે ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ માટે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીની સામે આવેલી રાજ્ય પુરોહિત બોર્ડિંગના વિશાળ પટાંગણમાં આકર્ષક રોશની તેમજ સાઉન્ડ સિસ્ટમ સાથે પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 15 થી તા. 24 સુધી યોજવામાં આવેલા આ નવરાત્રી મહોત્સવમાં વિના મૂલ્યે અને નિર્ભીક રીતે બહેનો ગરબા રમી અને માતાજીની આરાધના કરે છે. આ ગરબીના આયોજનમાં ગતરાત્રે જામનગર – દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે નગરપાલિકાના આ આયોજનને બિરદાવી અને બહેનો સાથે રાસ ગરબે રમ્યા હતા. આટલું જ નહીં, બાળાઓને લ્હાણી પણ આપી હતી. નવરાત્રી પર્વે ખાસ આવેલા સાંસદ પૂનમબેન માડમ સાથે યુવતીઓ-બાળાઓએ સેલ્ફી પણ લીધી હતી.

આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી રસિકભાઈ નકુમ, જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ નકુમ, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, યોગેશભાઈ મોટાણી, જાણીતા તબીબ ડો. રાજેશભાઈ અને ડો. સુનિલભાઈ ઠક્કર, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર, વિગેરે સાથે નગરપાલિકાના સદસ્યો, આગેવાનો પણ જોડાયા હતા. આગેવાનો, હોદ્દેદારો દ્વારા સાંસદ પૂનમબેન માડમને આવકાર સાથે અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular