જામનગર શહેરના વી-માર્ટ નજીક આવેલ આરાધના સોસાયટી વિસ્તારમાં આવેલ ઓમ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટમાં ગઇકાલે રાત્રીના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરની આરાધના સોસાયટી વિસ્તારમાં આવેલ ઓમ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફલેટમાં ગઇકાલે રાત્રીના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી અને અન્ય ફલેટમાં આગને પ્રસરતી અટકાવી લેતાં હાશકારો અનુભવાયો હતો. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. આ ઘટનાની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇ, સ્થાનિક કોર્પોરેટર અને શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતાં.