Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 10 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 10 શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગરના નવાગામ ઘેડમાંથી ચાર શખ્સોને સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમતા રૂા.5261 નીરોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના પ્રદર્શન મેદાન ગેઈટ નંબર 1 પાસે મોબાઇલમાં લૂડો ગેમ દ્વારા જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.4540 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.2090 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર ગામમાંથી વર્લીના આંકડા લખતા શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં સીક્કા ઉછાળી કાટછાપ બોલી જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન વિશાલ ઉર્ફે ટોપી કાનજી રાઠોડ, તુષાર ઉર્ફે ચકી દિપક ઝાલા, વિજય લાલજી પરમાર, તેજસીંગ ઉર્ફે ટેકસી કુંવરસિંહ નામના ચાર શખ્સોને રૂા.5261 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર શહેરના પ્રદર્શન મેદાન ગેઈટ પાસે જાહેરમાં મોબાઇલમાં લૂડો ગેમ દ્વારા જૂગાર રમતા સબીર હુશેન સમા અને એઝાઝ જહુરખાન સેતા નામના બે શખ્સોને રૂા.2540 ની રોકડ રકમ અને રૂા.2000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.4540 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામજોધપુરમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં તીનપતિનો જુગાર રમતા અસલમ આમદ સમા, ઘેલુ દેવીયાભાઈ મુન, હસમુખ ઉર્ફે ભોલુ દાનજી સીંગરખીયા નામના ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.2090 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો લાલપુર ગામમાં સરદાર ચોક પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા ઈકબાલ મામદ રાઉકરડા નામના શખ્સને રૂા.180 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular