શ્રી ખંભલાવ માતાજી મંદિર હડિયાણા મુકામે ના હવન અષ્ટમીના રોજ તા. 22 ઓક્ટોબર 2023 રવિવારના રોજ શારદીય નવરાત્રી આઠમના પવિત્ર પાવન દિવસે સૌપ્રથમ વખત માં ખંભલાવ મા ના પ્રાંગણમાં 41 કુંડી યજ્ઞનું મહા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
માં ખંભલાવનું અસલ સ્વરૂપ ચોટીલા મુકામે ડુંગર ઉપર બિરાજમાન માં ભગવતી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજી છે પણ ભૂદેવોની પ્રાર્થના અને તપસ્યાના કારણે માં ચામુંડા માતાજી પ્રથમ વખત માંડલ મુકામે તળાવમાં પ્રગટ થયા અને માએ ભૂદેવની વિનંતી નો સ્વીકાર કરી માંડલ ગામે સ્થાપિત થયા અને ભૂદેવોએ માને ખંભે બેસાડી માની પ્રાણ પ્રતિષ્ઠા કરી જેથી માં ચામુંડા માતાજી માં ખંભલાય કહેવાણા તેમજ હડિયાણા મુકામે માતાજી શ્રી રામજી રાવલની પૂજા આરાધના તપસ્યા અને સાધનાના પ્રતાપે તેમજ શ્રી રામજી રાવલના ખંભે બેસી અને માએ હડિયાણામાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું જેને આજે અંદાજે 500 વર્ષ કરતા વધુ સમય થયેલ છે એવા શ્રી માઁ ખંભલાવ મા ના આંગણે ભવ્યાતિ ભવ્ય 41 કુંડી યજ્ઞ નું આયોજન સૌપ્રથમવાર થવા જઈ રહ્યું છે. સૌપ્રથમ ગણેશ પૂજન સાથે સવારે 7:30 કલાકે યજ્ઞનો આરંભ થશે તેમ જ સવારે 11:30 કલાકે માના મહાપ્રસાદ નું આયોજન થયેલ છે ત્યારબાદ બપોરના 3.30 કલાકે બીડું હોમવાનો સમય નિર્ધારિત કરવામાં આવેલ છે. આ યજ્ઞના મુખ્ય આચાર્ય પદે પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કમલપ્રસાદ જાની તેમજ તેમની સમગ્ર ભૂદેવની ટીમ હાજર રહેશે આ સમગ્ર ધર્મકાર્યનું સંચાલન એન્કરીંગ જે બીસીસીઆઈના વિડીયો એનાલિસ્ટ છે તેવા હરેશભાઈ ટી રાવલ કરશે તેમજ સમગ્ર યજ્ઞોત્સવને સફળ બનાવવા માટે મા સેવક એવા મેનેજિંગ ટ્રસ્ટી કુ. ઇલાબેન પી રાવલ પંકજભાઈ પી રાવલ જતીનભાઈ એ રાવલ વિપુલ વી વ્યાસ તેમજ પંકજભાઈ ડી વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે તમામ યજમાનઓને આગલા દિવસે પધારવા વિનંતી છે આપ સૌના રહેવાની જમવાની ઉત્તમ સગવડતા મંદિર તરફથી કરાયેલ છે તેમજ રહેવા માટેની ઉત્તમ સગવડતા હડિયાણા ગામના પ્રબુદ્ધ શ્રેષ્ઠિઓ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે તેમજ સમગ્ર આયોજન અંગે વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9427283444 તેમજ 9426732551 ઉપર ફોન કરશો સમગ્ર માંડલીયા પરિવારને યજ્ઞનો લાભ લેવા પ્રમુખ નૈનેશ શંકરલાલ રાવલ દ્વારા અપીલ કરાઇ છે.