Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : સિંધી સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણદહન ઉજવણીનું આયોજન દશેરા ઉજવણીને...

Video : સિંધી સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણદહન ઉજવણીનું આયોજન દશેરા ઉજવણીને લઇ મિટીંગ યોજાઇ

- Advertisement -

રાજા મહારાજા સંતો સજ્જનો વિરો મહાપુરુષોની ગાથા સાથે સંકળાયેલ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા છોટાકાશી જામનગરમાં સાત દાયકાઓથી દશેરા પર્વ પર રાવણદહન કરી અધર્મ પર ધર્મ નો વિજય,અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, પાપ પર પુણ્યનો વિજય, અત્યાચાર પર સદાચાર નો વિજય, ક્રોધ પર દયા અને ક્ષમાનો વિજય પ્રતીક વિજયા દશમીનો તહેવારની ઉજવણી સિંધી સમાજ કરતું આવ્યું છે જે આ વર્ષે શહેરનાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ફરી સમગ્ર શહેર જિલ્લા ના સનાતનીઓ સાથે ધામધૂમથી ઉજવાશે.

- Advertisement -

આ વર્ષે સિંધી સમાજ દ્વારા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી નાં અધ્યક્ષ સ્થાને તારીખ 12 ઓક્ટોમ્બરના રોજ દશેરા ઉજવણી ને લઈ શહેરના સ્વામી લિલાશાહ ધર્મશાળા ખાતે સમસ્ત સમાજની આયોજનનાં ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં ગત વર્ષે સંજોગો કારણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી ત્યાર બાદ આ વર્ષે મૂળસ્થાન શહેરના મધ્યે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 24 ઓક્ટોમ્બરના વિજયાદશમી રાવણદહનનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરભરમાં મુખ્ય માર્ગો પર રામાયણના પાત્રો સાથે રામસવારી પરિભ્રમણ કરી અંતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી વિધાને અનુકરણી પ્રભુ શ્રીરામ પાત્ર દ્વારા તીર કમાંડ ચાપી દહન વિધિ કરવામાં આવે છે.
સમગ્ર આયોજનની મિટીંગમાં સિંધી સમાજના ચેરમેન પૂર્વ વિકાસમંત્રી પરમાણંદ ખટ્ટર, સેક્રેટરી કિશોર સંતાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરેશ ગનવાણી, પ્રકાશ હકાણી, મિતેષ ભદ્રા, ખજાનચી ચેતનદાસ મુલચંદાણી, લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી, તથા સમાજ ના સેક્રેટરી કીશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ મંગે, પરસોતમ કકનાણી, દ્રોપદી સંતાણી, સહિત પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધિંગાણી, ધનરાજ મંગવાણી, ચેતન શેઠીયા, ભગવાનદાસ ભોલાણી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ ઉજવણી સંદર્ભે રામાયણ સહિત અનેક વેશભૂષા ધારણ કરી પાત્ર ભજવવા જે કોઈ નાના મોટા ભાઈઓ બહેનો વડીલોને પાત્રમાં ભાગ ભજવવા ઈરછુક માટે સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ઈરછુકે વ્યવસ્થાપકો ના સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. જેમના સંપર્ક કાંતિલાલ આસવાણી મો.99988 72164 તથા પીન્ટુ સિંધાણી મો.9924784933 અને કૈલાશ મંદિયાણી મો.82000 47463 નો સમપર્ક સાધવો. તેમ સિંધી સમાજના મીડિયા સેલના કપિલ મેઠવાણી દ્વારા અખબાર યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular