જામનગરના બેડેશ્વર વૈશાલીનગર શેરી નં. 5માં રહેતાં કિશનભાઇ કાનાજી રોશીયાને બંધ રહેણાંક મકાનમાંથી તસ્કરો રૂા. 1,12,000ના મુદ્ામાલની ચોરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર કિશનભાઇ રોશિયાના બંધ મકાનને ગત તા. 30 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના રૂમના તાળા-નકુચા તોડી અંદર પ્રવેશેલા તસ્કરો કબાટની તિજોરીમાંથી રૂા. 1 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રૂા. 5000 રોકડ મળી કુલ રૂા. 1,12,000ના મુદ્ામાલની ચોરી કરી ગયા હતાં. આ ઘટના અંગે કિશનભાઇ રોશિયાએ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજ્ઞાત તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.