Thursday, December 26, 2024
Homeરાજ્યભારતીય ક્રિકેટ ટીમના ભવ્ય વિજયને વધાવતું ખંભાળિયા

ભારતીય ક્રિકેટ ટીમના ભવ્ય વિજયને વધાવતું ખંભાળિયા

ખંભાળિયામાં નવરાત્રી પૂર્વે ક્રિકેટ રસિયાઓની દિવાળી : આતશબાજી સાથે લોકોએ મોં મીઠા કરાવ્યા

- Advertisement -

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજરોજ ખેલાયેલા ભારત – પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશ સાથે ખંભાળિયાવાસીઓમાં પણ અનેરા આનંદ સાથે ઉમંગની લાગણી જોવા મળી હતી. પાકિસ્તાનના 191 રનના ટાર્ગેટને માત્ર 30 ઓવરમાં આ ટાર્ગેટ સિદ્ધ કરી અને સાત વિકેટથી ભારતના થયેલા ભવ્ય વિજયને વધાવવા ખંભાળિયાવાસીઓ આજરોજ રાત્રે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. અને લોકોએ નગરજનોએ ફટાકડા ફોડી આતશબાજી કરી, એકબીજાના મોં મીઠા કરાવી ભારતના ભવ્ય વિજયને હોંશભેર વધાવ્યો હતો.

- Advertisement -

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચાટતી કરી દેતા ડો. અમિત નકુમ, ઇન્દ્રજીતસિંહ પરમાર, યોગેશભાઈ મોટાણી, જીગ્નેશભાઈ પરમાર, મયુરભાઈ ધોરીયા, કિશોરભાઈ નકુમ, અજુભાઈ ગાગીયા, ઈમ્તિયાઝખાન લોદીન, દીપકભાઈ ચાવડા, વિગેરેએ ભારતીય ટીમના વિજયને હર્ષભેર વધાવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular