Thursday, December 26, 2024
Homeરાજ્યખંભાળિયામાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની મોજ માણતા મેચ રસીયાઓ

ખંભાળિયામાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની મોજ માણતા મેચ રસીયાઓ

- Advertisement -

ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આજરોજ બપોરથી શરૂ થયેલા હાઈ વૉલ્ટેજ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ સંદર્ભે ખંભાળિયામાં પણ ક્રિકેટ ફીવરનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં આજે બપોર બાદ મેચને અનુલક્ષીને બજારોમાં પણ પાંખી અવર-જવર જોવા મળી હતી અને ક્રિકેટર રસિયાઓ ટીવી, મોબાઇલની સામે ગોઠવાઈ ગયા હતા.

- Advertisement -

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓએ સમૂહમાં ક્રિકેટની મેચ નિહાળવાનું આયોજન કર્યું હતું. અહીંની વેદાંત હોસ્પિટલ ખાતે ડોક્ટર અમિતભાઈ નકુમ દ્વારા આયોજિત વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ભારત – પાકિસ્તાનના ક્રિકેટ મેચ નિહાળવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડો. અમિત નકુમ સાથે ઇન્દ્રજીતસિંહ પરમાર, યોગેશભાઈ મોટાણી, જીગ્નેશભાઈ પરમાર, મયુરભાઈ ધોરીયા, કિશોરભાઈ નકુમ, અજુભાઈ ગાગીયા, ઈમ્તિયાઝખાન લોદીન, દીપકભાઈ ચાવડા, વિગેરેએ ભારતીય ટીમને ચિયર્સ અપ કરી, અને સામુહિક રીતે મેચ નિહાળવાની મોજ માણી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular