ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા વિમલ જેઠાભાઈ પરમાર નામના 20 વર્ષના યુવાનને આ જ ગામના મનીષ ચનાભાઈ બગડા અને દિલીપ ઉર્ફે દિનેશ કરમણભાઈ બગડા નામના બે શખ્સોએ “કાલે રાતે જે દારૂનો કેસ થયો છે, તે કેસની બાતમી તેં પોલીસને આપી છે?”- તેમ કહીને બંને આરોપીઓએ ફરિયાદી વિમલ પરમારને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ તથા નળી વડે બેફામ મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.