નવરાત્રી આવી રહી છે જેને લઇ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદ ને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં જામનગર હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જાહેરમાં રસ્તાઓ ચકાજામ કરી લવ જિહાદ લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી, આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી દીધી છે.
આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા દ્વારકા થી લઇ જામનગર , રાજકોટ, કર્ણાવતી, સુરત, બરોડા સુધી ગુજરાત ના લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયા ના આઈ.ડી. પ્રુફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાડે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્ર નો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે રાસ ગરબા ઓ ની અંદર ગાયકો, મુઝિક પાર્ટીઓ ઈલેક્ટ્રીક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી હિન્દુ સેનાએ આપી હતી.
સુરત, બરોડા જેવા શહેરોમાં ગરબીઓમાં આધારકાર્ડ ફરજિયાત તપાસવું તેવા નિર્ણયો લેવાયા અને અધિકારીઓ દ્વારા વિધર્મીઓને ગરબીઓમાં ન પ્રવેશ આપવાની નિવેદનો અપાયા હોય ત્યારે અનેક એવા શહેરોમાં બનતા બનાવોને અને લવ જીહાદને રોકવા માટે હિન્દુ સેના દ્વારા પણ ગરબા આયોજકો અને સંચાલકોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે
આ કાર્યક્રમ દરમિયાન હિંદુ સેના અશોકભાઈ સોલંકી જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, કિશન નંદા, ઓમ ભાનુશાળી, કરણ દવે, રામુ, ભાલો, ગૌરવ ભવનાણી, સંજયભાઈ, ઉમેશભાઈ, રાજ ચારણ મીડિયા સેલના મેહુલ મહેતા સહિતના અનેક હિંદુ સેના સૈનિકો લવ જીહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. મિડીયા સેલના મેહુલ મહેતાની યાદી જણાવે છે.