Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરદ્વારકામાં છઠ્ઠા માળેથી પટકાયેલા પ્રૌઢાનું મોત

દ્વારકામાં છઠ્ઠા માળેથી પટકાયેલા પ્રૌઢાનું મોત

નવ માળિયા બિલ્ડીંગમાંથી પ્રૌઢા પટકાયા : પોલીસ દ્વારા તપાસ : ગુંદા ગામમાં કૂવામાં ડૂબી જતાં તરૂણીનું મોત : પોલીસે કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

દ્વારકામાં આવેલા નવમાળિયા બિલ્ડીંગમાં છઠ્ઠા માળે રહેતા પ્રૌઢા કોઇકારણસર તેના ફલેટમાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. ઉજ્જેન જિલ્લાના નાગડા તાલુકાના વતની અને ભાણવડ તાલુકાના ગુંદા ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતાં પરિવારની 12 વર્ષની બાળકીને કૂવામાં પાણી ભરવા સમયે પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ દ્વારકામાં મોર્ડન રેસીડેન્સી (નવ માળિયા) ખાતે બ્લોક નંબર બી – 603 માં રહેતા નિર્મલાબેન વિનોદભાઈ જમનાદાસ રાયઠઠ્ઠા નામના 56 વર્ષના મહિલા કોઈ કારણોસર પોતાના ફ્લેટમાં છઠ્ઠા માળેથી નીચે પટકાઈ પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર અમિતભાઈ વિનોદભાઈ રાયઠઠ્ઠાએ દ્વારકા પોલીસમાં જાણ કરતાં દ્વારકા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવમધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના નાગદા તાલુકાના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના ગુંદા ગામે એક આસામીની વાડીએ રહીને મજૂરી કામ કરતા એક પરિવારની 12 વર્ષની પુત્રી પૂજા બાબુલાલ જામસિંગ ગત તારીખ 12 મીના રોજ એક આસામીની વાડીમાં આવેલા કુવામાં પાણી ભરવા જતા અકસ્માતે કુવામાં પટકાઈ પડતા તેણીનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું આ બનાવની જાણ નાગદા ગામના રામક્ધયા રામલાલ પરમારએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular