સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવર બ્રીજનું કામ જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધી ચાલી રહ્યું છે. આજરોજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલશભાઇ કગથરા દ્વારા સ્થળ ઉપર આકસ્મીક મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરેલ હતું. સાથો સાથ આ કામના પ્લાન્ટની પણ સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. તેમજ કામ સમયમર્યાદામાં પૂર્ણા થાય તે અંગે અધિકારીઓ સાથ પરામર્શ કરી જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા.
વધુમાં, આગામી નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોને ધ્યાને લઇ ચાલુ કામની સાઇટ ઉપર બરીકેટીંગના હિસાબ ટ્રાફીકમાં અવરોધાય નહિ ત રીતે બરીકેટીંગ કરવા સુચના આપવામાં આવી હતી. સાથો સાથે સર્વિસ રોડ ઉપર રાત્રીના અંધારુ ન પડે તે માટે જરૃરી લાઇટીંગ વ્યવસ્થા તેમજ જરૂરીયાત મુજબ પેચવર્ક કરવા અને કામ ઉપરના જ તે કામદારોની સેફટી જળવાઇ રહે તેમજ ભવિષ્ય કોઇ અઘિટત ઘટના ન બને તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા અંગે સુચના આપવામાં આવી હતી. આ મુલાકાત સમયે અધિકારી રાજીવભાઇ જાની તથા સાઇટ ઇન્ચાર્જ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.