જામનગર સિટી એ પોલીસે મોબાઇલ ચોરીના ત્રણ કેસમાં સંડોવાયેલ એક શખ્સને રૂા.40,000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત અનુસાર, જામનગર શહેરના શાકમાર્કેટ આશાપુરા માતાજીના મંદિર પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ ફોન સાથે આટા મારતો હોવાની સિટી એ ના પો.કો. હિતેશભાઈ સાગઠીયા તથા હેકો શૈલેષભાઈ ઠાકરીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના અને સિટી એ ના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વસીમ ઉર્ફે બાપુડી સબીર બુખારી નામના શખ્સને રૂા.40000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.