Tuesday, January 14, 2025
Homeરાષ્ટ્રીયકૈલાસ કે નિવાસી, નમું બાર બાર હું...

કૈલાસ કે નિવાસી, નમું બાર બાર હું…

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં કૈલાસ વ્યુ પોઈન્ટથી આદિ કૈલાસના દર્શન કર્યા હતા. આ વ્યુ પોઈન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે જ્યાંથી કૈલાસ પર્વત સ્પષ્ટ દેખાય છે. આ માટે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં.આ સાથે પીએમએ પાર્વતી કૂંડમાં પૂજા અર્ચના કરી હતી. ચીનની સરહદ અહીંથી 20 કિલોમીટર દૂરથી શરૂ થાય છે. નરેન્દ્ર મોદી દેશના પહેલા પીએમ છે, જેમણે ઉત્તરાખંડમાં ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાશ પર્વતની મુલાકાત લીધી હતી.ઉત્તરાખંડના ધારચુલાથી 70 કિમી દૂર અને 14000 ફૂટ ઉપર આવેલું એક નાનકડું નિર્જન ગામ ગુંજી આગામી બે વર્ષમાં એક મોટા ધાર્મિક શહેર શિવધામ તરીકે વિકસિત થશે. ધારચુલા પછી, કૈલાસ વ્યુ પોઈન્ટ, ઓમ પર્વત અને આદિ કૈલાસના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ સ્ટોપ હશે. અહીંયા મોટા યાત્રી આવાસ અને હોટલ બનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ કંપનીઓનું નેટવર્ક પણ ઉપલબ્ધ થશે. ગામમાં હોમ સ્ટે વધારવામાં આવશે. વડાપ્રધાન મોદીએ બપોરે અલ્મોડા જિલ્લાના જાગેશ્ર્વર ધામની પણ મુલાકાત લીધી હતી. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં 224 પથ્થરના મંદિરો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular