Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરસ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ પંચકોશી બી ડીવીઝનના પીએસઆઈ સસ્પેન્ડ

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ પંચકોશી બી ડીવીઝનના પીએસઆઈ સસ્પેન્ડ

ગાંધીનગરની ટીમે દરેડમાં 22 લાખનો દારૂ ઝડપી લીધો : સ્થાનિક પોલીસ અંધારામાં : પોલીસવડા દ્વારા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની અને કટીંગ કરાતું હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે રેઇડ દરમિયાન રૂા.22 લાખની કિંમતનો દારૂ ઝડપી લીધાના બનાવમાં પોલીસ અધિક્ષકે પંચ બી માં ફરજ બજાવતા પીએસઆઇને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાનું અને આ દારૂનો જથ્થો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ડિલેવરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેઈડ દરમિયાન રાજસ્થાનના ચાર બુટલેગરોને રેઈડ દરમિયાન રૂા.22.69 લાખની કિંમતની 5400 બોટલ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અને પંચકોશી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગરની ટીમના દરોડા બાદ રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરના પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. એ. મોરીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular