Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકર ટેકરી ઝોન-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ

જામનગરના શંકર ટેકરી ઝોન-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ

- Advertisement -

શંકરટેકરીથી સીટી તરફ જતી મુખ્ય 750 એમ.એમ.ડાયાની પાઇપ લાઇનમાં માલુભાના ચોકમાં તથા જુની જેલી રોડ પર જોડાણ કામને લગત આનુસાંગિક કામગીરી કરાવવાની થતી હોય જેથી શંકરટેકરી બી ઝોનમાં પાણી વિતરણ થઇ શકે તેમ ન હોવાથી તા. 11-10ના રોજ શંકર ટેકરી ઝોન-બી હઠળ આવતા દિ. પ્લોટ શેરી નં. 54થી 64 વિસ્તાર, કાનાનગર દિ.પ્લોટ 1 થી 17 ગગન પાન, ઇદ મસ્જીદ, વજીરપરા, માલુભાનો ચોક, દિ. પ્લોટ 41 થી 53 નહેરૂનગર, 1 થી 11, ઓશવાળ હોસ્ટેલની સામેનો દિ.પ્લોટનો વિસ્તાનર, વલ્લભનગર, ક્રિષ્ના કોલોની શેરી નં. 1 થી 6, કેળાંની વખાર, દિ.પ્લોટ 58, વિશ્રામવાડી, હિંગળાજ ચોક, રાણી મંજીલ, સુરેશભાઇ આલરિયાના ઘર વાળો વિસ્તાર, ભરવાડ પાળો, સુભાષપાર્ક, જેલ વિસ્તાર, લંઘાવાડનો ઢાળિયો, ગણેશવાસ, સિધ્ધાર્થ કોલોની શેરી નં. 1 થી 24, રજાનગર, પંચશીલનગર, રામનગર, 32 સંડાસ, પૂર્વ મ્યુ. સભ્ય મરીયમબેનનો વિસ્તાર, ચારણવાસ, ગોળના ગોડાઉન, હનુમાન ટેકરી, કામરીવાસ, મામા સાહેબના મંદિરવાળો વિસ્તાર, બાલ સ્મશાન, દિ.પ્લોટ 1 થી 40, કુંભારવાડો, આર્યસમાજ રોડ, મીરા દાતાર, લીમડાલેન, ગુરૂદ્વારા, લાલ બંગલો અને ટાઉનહોલ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન-બી ત્યારબાદના દિવસે ઝોન-એ માં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. તેમ જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular