જામનગર શહેરમાં ઇન્ડિયામાં રમાતા ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર સટ્ટો રમાડતાં શખ્સને એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન રૂા. 12730ની રોકડ, એક મોબાઇલ અને 4 લાખની કિંમતની કાર મળી કુલ રૂા. 4,17730ના મુદામાલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં પાંચ શખ્સોની સંડોવણી ખુલી હતી.
દરોડાની વિગત મુજબ ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપ 2023 ંઅંતર્ગત ચેન્નાઇ ચેપોક સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ મેચ ઉપર સીઆરઇએકસ એપ્લીકેશન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની હે.કો. મયુદિન સૈયદ, અરજણ કોડિયાતર અને કાસમ બ્લોચને મળેલી બાતમીને આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
એલસીબીની ટીમે તળાવની પાળ પાસે પેટ્રોલપંપ પાછળ મોબાઇલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં ભાવેશ કોઠારી નામના શખસને દબોચી લીધો હતો. અને એલસીબીએ ભાવેશ પાસેથી રૂા. 12730 ની રોકડ, પાંચ હજારની કિમંતોનો એક મોબાઇલ અને રૂા. 4 લાખની કિંમતની જી.જે.10-ડીએસ 2415ની કાર મળી કુલ રૂા. 4,17,730નો મુદામાલ કબજેકર્યો હતો. એલસીબીએ ભાવશેની પૂછપરછ કરતાં આ સટામાં અલનશીહ કાસમ દેવાણી ખોજા, વીકી ખોજા, કમલેશ ચાની દુકાનવાળો, વિજયભાઇ ઉર્ફે વી.ડી. અને ઓમ લોહાણા સહિતના પાંચ શખ્સોના નામ ખુલતા એલસીબીએ 6 શખસો વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.