જામનગરના વોર્ડ નં.1મા પીવાના પાણી તથા ગટર વ્યવસ્થા સહિતની જીવન જરૂરિયાતની સેવાઓ પૂરી પાડવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરના વોર્ડ નં.1 માં ગરીબનગર પાણાખાણ સહિતના વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પીવાના પાણીની સમસ્યા છે. તેમજ રોડ-રસ્તાઓની સફાઈ ન થતા ગંદકીના સામ્રાજ્ય થયા છે. અનેક વિસ્તારોમાં ગટરની સુવિધા છે જ નહીં. અને જ્યાં છે ત્યાં સફાઈ થતી નથી. જેના કારણે રોગચાળાની સમસ્યાઓ સર્જાય છે. આથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરાઇ છે. શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર સહિતના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.