વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત ખિજડીયા પક્ષી અભ્યારણ્ય દ્વારા જુદા જુદા ગામની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઇ અભિયાન અને રેલી વગેરે દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે ખિજડીયા પ્રાથમિક શાળા, ધુંવાવ કુમાર શાળા, ધુંવાવ ક્ધયા શાળા, વિભાપર પ્રાથમિક શાળા, વિભાપર શિશુ મંદિર શાળા તેમજ જાંબુડા પ્રાથમિક શાળાના તમામ આચાર્ય, શિક્ષકો, રેંજ ફોરેસ્ટ ઓફિસર ખિજડીયા દક્ષાબેન વઘાસીયા, ફોરેસ્ટ, ફોરેસ્ટ ગાર્ડ તથા સ્ટાફ જોડાયા હતા અને વિભાપર શિશુ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ વિશે વિસ્તૃત માહિતી આપી અને ગામમાં એવરનેસ માટે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાણીના માસ્ક પહેરીને રેલી કરાવવામાં આવી હતી.