ખંભાળીયા તાલુકાના વડતરા ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકનાં કેશીયર કમ કલાક તરીકે ફરજ બજાવતા બીપીનભાઈ હેમંતલાલ વ્યાસએ તા.8/4/2008ના રોજ તેઓના બેંકના મેનેજર અમૃતલાલ જાનીએ તેઓને જણાવેલ કે, આપણી બેંકમાં રૂા. રપ,00,000ની ધિરાણની જરૂરીયાત છે. જેથી તેઓએ રૂા. રપ,00,000નો ચેક તૈયાર કરી ફરીયાદી બીપીનભાઈને આપેલ અને કહેલ કે આવતીકાલે સવારે પ્રાઈવેટ વાહન ભાડે કરી તમે અને પટ્ટાવાળા પ્રવિણભાઈને સાથે લઈ ખંભાળીયાની એસબીઆઈ બેન્કમાંથી રકમ ઉપાડતા આવજો અને રૂા. રપ,00,000નો બેંક મેનેજરએ ચેક આપેલ હતો. ફરીયાદી અને પટ્ટાવાળા પ્રવિણભાઈ ખંભાળીયા મુકામે રહેતા હોય, તેઓ ત્યાથી ચાલ્યા ગયેલ અને તા.9/4/2008ના રોજ સવારે અગિયાર વાગ્યે ખભાળિયાની એસ.બી.આઈ. બેંકે પહોંચી ગયા હતાં અને ત્યા બીપીનભાઈએ પટ્ટાવાળા પ્રવિણભાઈને જણાવેલ કે તમે બપોરે 1 વાગ્યે ગામમાંથી ગાડી ભાડે કરી બેંકે આવ, જેથી પ્રવિણભાઈ ગાડી ભાડે કરવા ગયેલ અને ફરીયાદીએ એસ.બી.આઈ. બેંકમાં પૈસા ઉપાડવાનું કામ ચાલુ કરેલ અને બેંકમાંથી રૂા. રપ,00,000 ઉપાડી થેલો લઈ તૈયાર હતા.
પટ્ટાવાળા પ્રવિણભાઈ મારૂતી ફન્ટીમાં કારના ડ્રાઈવર જયેન્દ્રદાસ મથુરદાસ મોટાણી લઈને આવી ગયેલ અને બંને પાછળની શીટમાં વચ્ચે રૂા રપ,00,000નો થેલો મુકી મારૂતી ફન્ટીમાં મોવાણના પાટીયે પહોંચતાં આગળ લાલ કલરની કવાલીસ ગાડીએ ઓવર ટેંક અને વડતરા નજીક માઈલ સ્ટોન પાસે ફન્ટ્રી કારને ભટકાડવાની કોશિષ કરતાં ડ્રાઈવર ગાડી રોડથી નીચે ઉતરી બ્રેક મારેલ અને આ કવાલીસ ગાડી પણ ઉભી રહી હતી. તેમાંથી એક જણ તલવાર સાથે ઉતરેલ તે ડ્રાઈવર પાસે આવેલ અને એક ઘા આગળનાં કાચમાં મારી લીધેલ અને બીજો વ્યક્તિ અશ્ર્વિન વશરામભાઈ વારા તેના બને હાથમાં મરચાની ભૂંકી લઈ નીચે ઉતરેલ તેણે ડ્રાઈવર ઉપર ભૂકી છાટી હતી અને ત્રીજો વ્યક્તિ ફરીયાદી પાસે ગયો અને તેની પાસે રિવોલ્વર જેવું હથિયાર હોય, તે મોઢા ઉપર મુકો મારેલ તથા આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને પટ્ટાવાળા પ્રવિણભાઈની આંખમાં પણ મરચાની ભૂકી નાખી હતી અને ચોથા માણસ ગાડીની પાછળ ડ્રાઈવર સાઈડથી કાચ તોડી અંદર હાથ નાંખી સાથે ઝપાઝપી કરતો હતો અને રૂપીયા રપ,00,000નો થેલો લઈ તમામ આરોપીઓ પ્લાયન થઈ ગયા હતાં.
ત્યારબાદ તુરત 100 નંબર ઉપર પોલીસને ફોન કરવાની ટ્રાય કરેલ પરતુ ફોન લાગેલ નહી અને તરત જ બેંક મેનેજરને આ લુંટના બનાવ અંગેની જાણ કરી હતી. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અજાવ્યા શખ્સો વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 395, 394, 1ર0 (બી) બી.પી.એકટ 135 (1) મુજબની લુટની ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા આઠેય આરોપીઓ અશ્ર્વિન વશરામભાઈ વારા, પ્રવિણ ઉફે પિન્ટુ ભુગરો મેઘજીભાઈ પાણખાણીયા, પ્રકાક્ષ ઉર્ફ પકો બાબુભાઈ બારોટ, મેરામણ ઉર્ફે મન રાણાભાઈ, જીગ્નેશ હીરાભાઈ મોરી, હીરા ઉર્ફે હિતેષ લાખા, હીરા લાખા મોરી, બાલાભાઈ લાખાભાઈ હરણની ઘરપકડ કરી પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું.
કેસ ખંભાળીયાના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ અદાલતમાં ચાલવા આવતા સરકારપક્ષ તરફે ટોટલ 4ર સાક્ષીઓને તપાસવામાં આવેલ અને તેમ છતા પણ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને આરોપીઓ સામે ઈ.પી.કો.ની કલમો મુજબનો ગુન્હો સાબિત કરવામાં પ્રોસીકયુશન નિષ્ફળ ગયેલ હોય, આરોપી અશ્ર્વિન વશરામભાઈ વારા તથા આરોપી પ્રકાક્ષ ઉર્ફે પકો બાબુભાઈ બારોટના વકિલ નીતલ એમ.ધ્રુવની તમામ દલીલો માન્ય રાખી તેમજ અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
આરોપીઓ પૈકી આરોપી અશ્વિન વશરામભાઈ વારા તથા આરોપી પ્રકાશ ઉર્ફે પકો બાબુભાઈ બારોટ તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધુવ, પુજા એમ. ધ્રુવ, તૃષાર બી. ત્રિવેદી, દિલીપભાઈ દુઆ, અશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દ્ધા, અશ્ર્વિન એ. સોનગરા રોકાયેલ હતા.