Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરઝેરી દવાવાળા ડબલામાં પાણી પી જતા પ્રૌઢાનું મોત

ઝેરી દવાવાળા ડબલામાં પાણી પી જતા પ્રૌઢાનું મોત

માંડાસણ ગામમાં સપ્તાહ પૂર્વે બનાવ: સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના માંડાસણ ગામની સીમમાં ખેતરમાં રહેતાં અને મજૂરીકામ કરતાં પ્રૌઢાએ ઝેરી દવાના ખાલી ડબલામાં ભૂલથી પાણી ભરી પી જતા દવાની અસર થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના માંડાણસ ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતાં ઝાંઝીબેન સામતભાઈ હરણ (ઉ.વ.50) નામના પ્રૌઢાએ ગત તા.1 ના રોજ બપોરના સમયે તેના ખેતરે મોનોકોટા ફોસ ઝેરી દવાના ખાલી ડબામાં અજાણતા પાણી ભરીને પી જતા વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢાનું શુક્રવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ગીરીશભાઈ હરણ દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular