જામનગરના 79-વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની રાહબરી હેઠળ અમૃત કળશ યાત્રા હેઠળ ઘેર ઘેર થી માટી એકત્ર કરવાનો પ્રારંભ થયો છે. જે આગામી 13 મી તારીખ સુધી સમગ્ર 79- વિધાનસભા વિસ્તારમાં ફરશે, જેથી તમામ નાગરિકોએ પોતાના ઘરમાંથી ચપટી માટી અર્પણ કરવા અનુરોધ કરાયો છે.
જે તમામ એકત્ર કરેલી માટી ભારતના શહિદ વીરો માટે દિલ્લી ના કર્તવ્ય પથ પર બનાવાયેલા અમૃત વનમાં પહોંચાડવામાં આવશે. સમગ્ર દેશ ભરમાંથી માટી એકત્ર કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે જામનગરમાં પણ આગામી 13 તારીખ સુધી ચાલુ રહેશે. આ કળશ યાત્રાની સાથે સ્વામી વિવેકાનંદ, શહીદ વીર ભગતસિંહ, તથા સુભાષચંદ્ર બોઝની વેશભૂષા ધારણ કરીને યુવાનો જોડાયા હતા, જે સૌ કોઈ નો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.