રાજકોટ રેંજ આઈજી અશોક યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવ્યા હતાં.
જામનગર જિલ્લા પોલીસવડા કચેરી ખાતે પહોંચતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ રેંજ આઈ.જી. અશોક યાદવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું. તેમજ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રેંજ આઈજી દ્વારા જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.