જામનગર શહેરમાં વિશાશ્રીમાળી સોની સમાજ દ્વારા સોની સમાજના ભાઈઓ માટે હોમ સોટ કેરમ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનિલભાઈ તુલસીભાઈ પરમાર સ્મૃતિ કેરમ ટૂર્નામેન્ટમાં સોની સમાજના ભાઈઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેરમ ટૂર્નામેન્ટમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, કોર્પોરેટરો ધર્મિનાબેન સોઢા (બારડ), ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર કુસુમબેન પંડયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટર અને સોની સમાજના પ્રમુખ ધીરેનભાઈ મોનાણી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને દિપ પ્રાગટય કરી આ કેરમ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.