જામનગરશમાં મુખ્ય વન સંરક્ષકની કચેરી ખાતે ચાર મહિનાથી પગાર ન થતાં કર્મચારીએ પરિવાર સાથે પગાર ન થયા ત્યાં સુધી ઉપવાસ ધરણાં પર બેઠાં
મરીન નેશનલ પાર્કમાં 1998થી ફરજ બજાવતાં પ્રવિણસિંહ અજીતસિંહ ચૌહાણ કે જે વર્ગ ચારમાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહયા છે. જેમનો છેલ્લા ચાર માસથી પગાર ન થતાં તેઓ પરિવાર સાથે વનસંરક્ષકની કચેરી ખાતે પોતાના પ્રશ્ર્નનો નિકાલ ન થાય ત્યાં સુધી ઉપવાસ ધરણા પર બેઠા છે.
સીએમ તેમજ કેબિનટમંત્રી રાઘવજીભાઇને પણ રજુઆત કરવા છતાં હજુ સુધી પ્રશ્ર્નનો નિકાલ થયો નથી. આવનાર સયમાં કૃષિપ્રધાન અને વનસંરક્ષક વિભાગના મંત્રી મુળુભાઇ બેરાને પણ આ અંગે રજુઆત કરશે તેમજ પોતાના પ્રશ્ર્નનો નિકાલ ના થાય તો હાઇકોર્ટ સુધી પહોંચશે. અને માંવ સ્વીકારવામા: ન આવે ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખવાની ચિમકી આપી હતી. જીએફઅસના અધિકારીએ કોઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.
આ અંગે વન સંરક્ષકના ઇન્ચાર્જ અધિકારીનું કહેવું છે કે, અમુક કર્મચારીના પગાર ન થવા પાછળનું કારણ જે-તે યોજનાકીય જગ્યાના ક્ધટીન્યુએશનના પગારના ઠરાવ થયેલા નથી. જયારે આ ઠરાવ ક્ધટીન્યુ થઇ જશે ત્યારે આ અટકાવેલા પગાર તેમને મળી જશે. તેમ વનસંરક્ષકના ઇન્ચાર્જ પ્રતિકભાઇ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.