જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં આવેલી અનાજ કરીયાણાની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ ઓજાર વડે દરવાજો તોડી દુકાનમાં પ્રવેશ કરી રૂા.20 હજારની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં રહેતાં અને હરદાસભાઈ બુધાભાઈ ચાવડા નામના દુકાનદારની ભરવાડા પામાં આવેલી અનાજ કરિયાણાની તથા પાનબીડીની દુકાનમાં ગત તા.18 ની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ શસ્ત્ર વડે દરવાજા ખોલી અંદર પ્રવેશ કરી થડામાં રાખેલી રૂા.20 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ પંદર દિવસ પછી કરવામાં આવતા પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.