ગાંધી જયંતિની ઉજવણીના ભાગરુપે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે અદાજે 95 જરુરીયાતમંદ વિદ્યાર્થીની બહેનોને એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ગાંધીજીના સંસ્મરણો વાગોળી અને તેમના જીવનને લગતાં પ્રશ્ર્નોની એક ક્વિઝ દ્વારા ગાંધીજીના વિચારો અને તેમને યાદ કરાયા હતાં. યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા સંસ્થાના પ્રમુખ કરશનભાઇ ડાંગરનો તેમજ પાર્થભાઇ પંડયાનો ગાંધીજીની આત્મકથાનું પુસ્તક આપીને આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાતના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇ ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઇ જામનગરના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, ભારદ્વાજ મહેતા, સાગર ખેતિયા, જીવા ચાવડા, ચિરાગ ગોસાઇ, વિશ્ર્વદીપ વાઢેર, હર્ષદિપસિંહ ઝાલા, સન્ની આચાર્ય, તુષારભાઇ થોભાણી ઉપસ્થિત રહ્યા હતાં. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.