આજરોજ તા. 2 ઓકટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી થઇ રહી છે. ત્યારે જામનગરમાં શહેર ભાજપ દ્વારા પણ ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપ દ્વારા આજરોજ સવારે ચેતન પેપર માર્ટ, ચાંદીબજાર નજીક મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ખાદી ભંડારમાંથી ખાદીની ખરીદી કરવામં આવી હતી. આ ઉપરાંત શહેરની મધ્યમાં આવેલ ટાઉનહોલ ખાતે પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, ધિરેનભાઇ મોનાણી, અરવિંદભાઇ સભાયા, આશાબેન રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, પૂર્વ ચેરમેન વસંતભાઇ ગોરી, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ મહેતા, અગ્રણી વિપુલભાઇ કોટક, પી.ડી. રાયજાદા, શાસકપક્ષના પૂર્વ નેતા કુસુમબેન પંડયા સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે લાયન્સ કલબ જામનગર ઇસ્ટ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સેવા કાર્યોના ભાગરુપે જરૂરીયાતમંદોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. જે ભાજપાના હોદ્દેદારોના હસ્તે કરાયું હતું.