Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારઓખા નજીક કારની હડફેટે બાઈક ચાલક વૃદ્ધનું મોત

ઓખા નજીક કારની હડફેટે બાઈક ચાલક વૃદ્ધનું મોત

- Advertisement -

ઓખામાં નવીનગરી વિસ્તારમાં આવેલી ટોકીઝની સામે રહેતા યુનુસભાઈ યુસુફઅલી સૈયદ નામના 63 વર્ષના વૃદ્ધ તારીખ ગત તારીખ 29ના રોજ પોતાના જી.જે. 37 એ.એચ. 0366 નંબરના મોટરસાયકલ પર બેસીને આરંભડાથી ઓખા તરફ જઈ રહ્યા હતા. ત્યારે નેતરના પુલ નજીક પહોંચતા આ માર્ગ પર પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 20 એ.એચ. 8949 નંબરની એક ફોર વ્હીલરના ચાલકે યુનુસભાઈના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક યુનુસભાઈ સૈયદ ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક નાસી છૂટયો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે મૃતકના ભાઈ અશરફઆલી યુસુફભાઈ સૈયદની ફરિયાદ પરથી ફોર વ્હીલર ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular