મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મુખ્યમંત્રી આવતીકાલે બપોરે 02:30 કલાકે જામજોધપુર તાલુકાના સીદસર ઉમિયાધામ ખાતે આયોજિત ‘બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ’માં હાજરી આપશે.
તેમજ, કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા આવતીકાલે સવારે 10:00 કલાકે જામજોધપુર તાલુકાના સીદસર મુકામે ‘સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ’માં સહભાગી થશે, અને સવારે 11:00 કલાકે કામધેનુ ગૌશાળા, સીદસરમાં ‘ગૌ પૂજન કાર્યક્રમ’માં હાજરી આપશે. ત્યારબાદ કેબિનેટ મંત્રી બપોરે 02:30 કલાકે સીદસર ઉમિયાધામ ખાતે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે સહભાગી બનશે.