જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પ્રણામી ટાઉનશીપના રહેણાંક મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 51 બોટલ દારૂા સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના કિશાન ચોક માલદેભવન પાસેથી પોલીસે ત્રણ બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી પ્રણામી ટાઉનશીપ 1 શેરી નં.1 બ્લોક નં.36 માં રહેતાં કમલેશ પરષોતમ મુલાણી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ બી એસ વાળા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.25,500 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 51 બોટલ મળી આવતા પોલીસે કમલેશને અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો મનિષ ઉર્ફે મનિયો પલી દામા દ્વારા સપ્લાય કરાયાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં કિશાન ચોક માલદેભવન પાસેથી પસાર થતા કિશન ઉર્ફે કે.કે.મયુર કનખરા નામના શખસને સિટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.