યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ-યુએનએફપીએના ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વૃદ્ધોની વસ્તી અભૂતપૂર્વ દરે વિસ્તરી રહી છે અને સદીની મધ્યમાં તે બાળકોની વસ્તી કરતા વધી જશે. જે દર્શાવે છે કે આજનું યંગ ઇન્ડિયા આગામી દાયકાઓમાં ઝડપથી વૃદ્ધ થઇ રહેલા સમાજમાં બદલાઇ જશે. હાલ સૌથી વધારે કિશોરો અને યુવાનોની સંખ્યા ધરાવતાં દેશોમાં એક દેશ ભારત છે. રાષ્ટ્રીય સ્તરે 60 કરતા વધારે વર્ષના વૃદ્ધોની વસ્તી 2021માં કુલ વસ્તીના 10.1 ટકા હતી તે 2036માં વધીને 15 ટકા અને 2050માં વધીને 20.8 ટકા થઇ જવાની ધારણા છે. ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 અનુસાર આ સદીના અંતે દેશમાં વૃદ્ધોની સંખ્યા કુલ વસ્તીના 36 ટકા કરતા વધારે હશે. 2010થી વૃદ્ધોની વસ્તીમાં મોટો વધારો થયો છે અને એ પછી 15 વર્ષ કરતા ઓછી વયના કિશોરોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો હોવાનું જણાયું છે. જે દર્શાવે છે કે ભારતમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ અહેવાલ જણાવ્યું છે કે દક્ષિણના મોટાભાગનાં રાજ્યો અને ઉત્તરમાં પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 2021ની નેશનલ એવરેજ કરતાં વૃદ્ધોની વસ્તીનો હિસ્સો મોટો જણાયો હતો. જે દર્શાવે છે કે 2026 સુધીમાં નેશનલ એવરેજ અને આ રાજ્યોની વૃદ્ધોની વસ્તીનો આ ફરજ વધી જશે. 1961 થી 1971માં ભારતમાં વૃદ્ધોની વસ્તી 32 ટકા હતી તેમાં 1981-1991ના દાયકમાં નજીવો એક ટકાનો ઘટાડો થતાં વૃદ્ધોની વસ્તી 31 ટકા થઇ હતી. 1991-2001માં આ દર વધીને 35 ટકા થયો હતો. જે 2021-2031 દરમ્યાન 41 ટકા થઇ થવાની ધારણાં છે.