જામનગર જિલ્લાના ખીજડિયા ગામને વર્ષ 2023 નો બેસ્ટ ટુરીઝમ વીલેજનો એવોર્ડ મળ્યો છે. સમગ્ર ભારતના 28 રાજ્યોમાંથી 850 થી વધુ ગામોમાંથી માત્ર 35 ગામોને એવોર્ડ મળ્યા છે. જેમાંથી જામનગર જિલ્લાના ખીજડિયા ગામને બેસ્ટ ટુરીઝમ વીલેજ 2023 નો એવોર્ડ મળતા જામનગર જિલ્લાને ગૌરવ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખીજડિયા ખાતે આવેલ પક્ષી અભ્યારણમાં દર વર્ષે મોટીસંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે જેને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. ત્યારે આ એવોર્ડથી ખીજડિયાને વધુ એક સિધ્ધી મળી છે.