Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયનાસિકમાં મોબાઇલના બ્લાસ્ટથી ઘરના કાચ તૂટયા

નાસિકમાં મોબાઇલના બ્લાસ્ટથી ઘરના કાચ તૂટયા

- Advertisement -

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. એક ઘરમાં ચાર્જિગમાં મુકેલા મોબાઈલ ફોન ફાટતા આજુબાજુના ઘરોમાં ભારે નુકસાન પહોચ્યું હતું. બુધવારે સવારે જીલ્લાના ઉત્તમનગર વિસ્તારમાં મોબાઈલ ફોનમાં થયેલા વિસ્ફોટથી 3 લોકોને ઈજા પહોચી હતી. જેમા એકની હાલત અતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના બુધવારે સવારે 6 વાગે નાસિક જીલ્લામાં આવેલા ઉત્તમનગર વિસ્તારમાં બની હતી. ઘાયલોની ઓળખાણ તુષાર જગતાપ, બાલકૃષ્ણ સુથાર અને શોભા જગતાપ તરીકે થઈ છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરમાં તો નુકસાન થયુ હતું, પરંતુ તેની સાથે આસપાસના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું. જેમા પાડોશીના ઘરની બારીના કાચ કાગળની જેમ તુટી ગયા હતા. જોકે આ મોબાઈલ બ્લાસ્ટની ઘટના વિશે પોલીસને માહિતી આપતાં ઘટના સ્થળે આવી પહોચી હતી. હકીકતમાં એક ભાઈએ ઘરમાં મોબાઈલ ચાર્જ કરવા મુકેલો હતો, ત્યારે અચાનક મોબાઈલમા મોટો ધડાકો થતા સાથે આગ લાગી હતી. જો કે રહેવાસીઓએ તુરંત આગ પર ક્ધટ્રોલ મેળવી લીધો હતો. આ ધડાકા સાથે ઘરમાં ભારે નુકસાન થયું હતું તેમજ પાડોશીના ઘરની બારીના કાચ કાગળની જેમ તુટી ગયા હતા. ઘટના બાદ આસપાસના વિસ્તારનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમા પાડોશીના ઘરની બારી બળીને રાખ થઈ ગઈ છે અને કાચના ટુકડા થઈ ગયેલા જોવા મળતા હતા. આ ઉપરાંત પાર્કિગમાં રાખેલી કારનો કાચને પણ ભારે નુકસાન થયું હતું તો બીજી તરફ ધાબા પર લાગેલી રેલિંગ પર બળી ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular