Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાંથી છ શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાંથી છ શખ્સો જૂગાર રમતા ઝડપાયા

રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂા.69,550 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં ધરારનગર-1 વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.24,050 ની રોકડ રકમ સહિત કુલ રૂા.69,550 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે રેઈડ દરમિયાન આરીફ ઉર્ફે ફારુક કાદર ધુધા, પરબત જેઠા ચૌહાણ, આંબા નાથા સોલંકી, હુશેન યુનુસ દોદેપોત્રા, આમદ સલીમ સમા તથા મનિષ વજા સોલંકી નામના છ શખ્સોને રૂા.24,050 ની રોકડ રકમ, રૂા.15,500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા રૂા.30 હજારની કિંમતનું મોટરસાઈકલ સહિત કુલ રૂા.69,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular