જામનગર શહેરમાં જંગલેશ્ર્વર મંદિર પાસે આવેલ મીગ કોલોની નજીક તળાવમાં વીકીભાઇ વાણીયા નામનો યુવાન અકસ્માતે તળાવમાં પડી જતાં આ અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ યુવાનને જીવીત હાલતમાં બહાર કાઢી બચાવી લીધો હતો. બ્રિજરાજસિંહ ચુડાસમા, મનદિપસિંઘ તથા કૌશલ ચૌચા સહિતની ટીમ દ્વારા યુવકનો જીવ બચાવ્યો હતો.