દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમની આગળ આવેલા ચામુંડા અતિથિ ભુવનમાં બહારગામથી આવતા યાત્રીકો માટે નિયમો અનુસાર પથિક સોફ્ટવેરમાં એન્ટ્રીઓ નહીં કરવા બદલ જયંતીલાલ અરજણભાઈ નકુમ (ઉ.વ. 46) સામે તેમજ મેઈન બજારમાં આવેલી હોટેલના સંચાલક ભરતભાઈ રામસિંગભાઈ માણેક (ઉ.વ. 22) સામે દ્વારકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ભાણવડના એસ.ટી. ડેપો સામે આવેલા પાર્થ ગેસ્ટ હાઉસમાં યાત્રિકોની ઓનલાઈન એન્ટ્રીઓ ન કરતા હોટલના મેનેજર સુધીરભાઈ નાથાભાઈ મોઢા સામે તથા કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી બલદેવ હોટલના સંચાલક રામભાઈ દયારામભાઈ શ્રીમાળી (ઉ.વ. 27) સામે એસ.ઓ.જી. પોલીસે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધાવ્યો છે.