Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતજામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ ટ્રેનની ટ્રાયલ સફળ

જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ ટ્રેનની ટ્રાયલ સફળ

આવતીકાલથી નિયમિત રીતે દોડશે: જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન યથાવત રહેશે

- Advertisement -

આગામી તા.24મીથી શરૂ થનાર જામનગર- અમદાવાદ વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની ગઇકાલે ટ્રાયલ લેવામાં આવતા અમદાવાદથી વિરમગામ સુધી ટ્રાયલ ટ્રેન દોડાવી વિવિધ ટેકનીકલ બાબતો, સ્પીડ, સમય સહિતની નોંધ કરી રૂટનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

- Advertisement -

આવતીકાલે તા.24મીએ ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ એવી વંદે ભારત એકસપ્રેસ દોડતી થનાર છે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે. સૌરાષ્ટ્રને સૌ પ્રથમવાર વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ફાળવાતા આ ટ્રેન જામનગર- અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેન સવારે 5-30 કલાકે જામનગરથી ઉપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી પહોંચશે સાબરમતીથી સાંજે છ કલાકે ઉપડી આ ટ્રેન રાત્રીના 10-30 કલાકે જામનગર પહોંચશે. આઠ કોચની આ ટ્રેન રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી મુસાફરોને આરામદાયક અને ઝડપી રેલવે સેવા પુરી પાડશે. વંદે ભારત એકસપ્રેસ ટ્રેન મંગળવાર સિવાયના સપ્તાહમાં છ દિવસ દોડશે આ ટ્રેનની આજે અમદાવાદ-વિરમગામ વચ્ચે ટ્રાયલ લેવામાં આવી હતી જે સફળ રહી હતી. દરમ્યાન અમદાવાદ સ્થિત રેલવેના પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં જામનગરથી વડોદરા વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેન રાબેતા મુજબ યથાવત રહેશે. આ નવી ટ્રેનથી ઇન્ટરસિટીને હાલ તૂર્ત કોઇ અસર નહીં થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular