Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામવણથલીમાં પાંચ અને જામનગર શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

જામવણથલીમાં પાંચ અને જામનગર શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

- Advertisement -

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસંધાને રાજ્યના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જ્યારે અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. જો કે, હાલારમાં છેલ્લાં બે દિવસથી થયેલી મેઘસવારીએ સામાન્ય ઝાપટાંથી પાંચ ઈંચ જેટલું પાણી વરસાવી દેતા મહદઅંશે ઠંડકની સાથે રાહત અનુભવાઈ હતી. જામનગર તાલુકાના જામવણથલી ગામમાં 24 કલાક દરમિયાન ધોધમાર પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરાયેલી આગાહી મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં મેઘમહેર થઈ હતી. બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં સામાન્ય ઝાપટાથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકાના જામ વણથલી ગામમાં પાંચ ઈંચ (130 મિમી) નોંધાયો હતો. જ્યારે ફલ્લા, મોટી ભલસાણ, અલિયાબાડા, મોટી બાણુંગારમાં પોણા ચાર-ચાર ઈંચ પાણી વરસ્યું હતું તથા જામનગર શહેરમાં વધુ સાડા ત્રણ ઈંચ પાણી આકાશમાંથી વરસતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં અને રસ્તાઓ ભીના થઈ ગયા હતાં. શરૂઆતના ભારે વરસાદ પછીના લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણ ઠંડક ભર્યુ બની ગયું હતું. જામનગરમાં વરસાદને કારણે અનેક સ્થળોએ તોતિંગ અને વર્ષો જુના ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. જો કે, સદનસીબે જાનહાની ટળી હતી. ફાયર વિભાગ દ્વારા રસ્તા પરના ઝાડો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યાની સાથે સાથે તાલુકામાં જામ વણથલીમાં પાંચ ઈંચ થતા મોટી ભલસાણ, ફલ્લા, મોટી બાણુગાર અને અલિયાબાડામાં પોણા ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દરેડ-લાખાબાવળમાં પોણા ત્રણ-ત્રણ ઈંચ અને વસઈમાં બે ઈંચ પાણી વરસ્યું હતું. ધ્રોલ ગામમાં બપોરે 12 વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકાના લતીપુરમાં ત્રણ ઈંચ અને જાલિયાદેવાણીમાં સવા તથા લૈયારામાં એક ઈંચ પાણી વરસ્યું હતું તેમજ જોડિયા ગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકાના પીઠડમાં અઢી ઈંચ તથા હડિયાણામાં બે અને બાલંભામાં માત્ર અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

કાલાવડ ગામમાં ધીમી ધારે એક ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકા કક્ષાએ નિકાવામાં પોણા બે ઈંચ, ભ.બેરાજામાં દોઢ ઈંચ, મોટા પાંચદેવડામાં એક ઈંચ અને નવાગામ, ખરેેડી, મોટા વડાળામાં જોરદાર ઝાપટા વરસ્યા હતાં. લાલપુર અને જામજોધપુરમાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકા કક્ષાએ લાલપુર તાલુકાના હરીપરમાં અઢી, પીપરટોડામાં એક અને મોટા ખડબા, મોડપર, પડાણા અને ભણગોરમાં જોરદાર ઝાપટાથી સામાન્ય ઝાપટા વરસ્યા હતાં અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જામવાડી અને ધ્રાફામાં પોણો-પોણો ઇંચ તથા શેઠવડાળા, વાંસજાળિયા, પરડવા, ધુનડા અને સમાણામાં જોરદાર ઝાપટા પડયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular