ગઇકાલે ગણેશ ચર્તુથીના દિવસે લોકસભા, રાજયસભાના સાંસદોએ નવા સંસદ ભવનમાં પ્રસ્થાન કર્યુ હતું. આઝાદીના 75 વર્ષ બાદ દેશને નવું સંસદ ભવન મળતાં ગઇકાલથી તેમાં વિધિવત રીતે સંસદની કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. નવા ભવનમાં પ્રારંભ થયેલી લોકસભાની કાર્યવાહીમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ ભાગ લીધો હતો. નવા સંસદ ભવનમાં પ્રારંભ સાથે જ મહિલાઓ માટે અત્યંત મહત્વનો એવો મહિલા અનામત ખરડો રજૂ કરવામાં આવતાં મહિલા સાંસદોમાં ઉત્સાહ અને ગર્વની લાગણી પ્રતિત થતી જોવા મળી હતી. સાંસદ પૂનમબેન માડમે નવા ભવનને ભારતનું ગૌરવ, ધબકાર અને રાષ્ટ્રીયતાનો થડકાર ગણાવ્યું હતું.