જામનગર શહેરના સુભાષબ્રિજ માર્ગ પરની ગ્રીલ તૂટી ગઇ હોય તો કેટલીક ગ્રીલ ગાયબ થઇ ગઇ હોય, અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે. તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય, લોકોમાં ભયની સાથે આક્રોશની લાગણી છવાઇ છે.
જામનગર શહેરના મુખ્ય બ્રિજ ગણાતાં એવા સુભાષબ્રિજ માર્ગ પરની ગ્રીલ જોખમી બની ગઇ છે. આ ગ્રીલ પર ગ્રીલને કારણે રાહદારી અને વાહન ચાલકો માટે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. આ બ્રિજ પર મહાનગરપાલિકા દ્વારા ગ્રીલ નાખવામાં આવી હતી. પરંતુ જાળવણીના અભાવે સુભાષબ્રિજ પર ગ્રીલ બ્યુટિફિકેશનના લીરા ઉડી રહ્યા છે. તેમજ માર્ગ પરની કેટલીક ગ્રીલ ગાયબ પણ થઇ ગઇ છે. જ્યારે કેટલીક ગ્રીલ રોડની બંને બાજુએ આવી ગઇ છે. જેના કારણે અકસ્માતનો ખતરો સર્જાઇ રહ્યો છે. આ ઉપરાંત ગુલાબનગર તરફથી બહારથી લોકો આવતાં હોય આ માર્ગ પરથી પસાર થતાં ગ્રીલ ગાયબ હોય, જામનગર શહેર અને તંત્રની આબરુનું ધોવાણ થઇ રહ્યું છે.