જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર ઓટો કન્સલ્ટન્ટ અને કારમાલિક સાથે આઈ10નો સોદો કરી રૂા.3.84 લાખ મેળવી મહેસાણાના શખ્સે બંને સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મેહુલનગર વિસ્તારમાં રહેતાં અને શરૂ સેકશન રોડ પર મોમાઈ ઓટો કન્સલ્ટન્ટના નામે વેપાર કરતા નિખીલ દિનેશચંદ્ર મહેતા નામના યુવાન સાથે મહેસાણા વિસનગરના પિયુષ ઉર્ફે અમિત મહેશ પટેલ નામના શખ્સે હિરેન અશોક પંડયાની જીજે-10-ડીએ-4319 નંબરની 2019 મોડલની આઈ10 કારનો નિખીલભાઇ સાથે રૂા.4,05,000 માં વેંચાણનો સોદો કરી વિશ્વાસ કેળવી નીખિલ પાસેથી રૂા.3,84,300 ની રકમ મહેસાણાના શખ્સે પડાવી લીધી હતી તેમજ આ રકમ કારમાલિક હિરેન પંડયાને નહીં ચૂકવી બન્ને સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ બનાવમાં નીખિલભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઈ એચ બી વડાવીયા તથા સ્ટાફે પિયુષ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


