કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલી મોટી ગૌશાળા પાસે રહેતા જેઠાભાઈ નારણભાઈ જમોડ તથા તેમના પુત્ર પર લાકડાના ધોકા વડે હુમલો કરી, જેઠાભાઈ તથા તેમના પુત્ર કનુભાઈને ઈજાઓ કરવા સબબ આ જ ગામના રમેશ નાથાભાઈ જાદવ, રામા નાથાભાઈ જાદવ, ચના નાથાભાઈ જાદવ અને હમીર રમેશભાઈ જાદવ નામના ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેઠાભાઈને આરોપી પરિવારના એક પત્ની સાથે આડા સંબંધ હોવાથી તેઓ આરોપીની પત્નીને મોબાઈલ ફોન આપતા હોવા અંગેની જાણ આરોપી રમેશ નાથાભાઈને થતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે કનુભાઈ જેઠાભાઈ જમોડ (ઉ.વ. 23) ની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.