ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને ફરી એકવાર ઓપરેશન શરુ કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષાદળોના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરૂ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલ બપોરથી અથડામણ ચાલુ છે. આ અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા. ગઈકાલે દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની એક અથડાણમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ ડીએસપી શહીદ થયા હતા. આતંકવાદી સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહિદ થયા હતા.