Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફુડ શાખા દ્વારા શ્રાવણી મેળામાં પ્રદર્શન ગાઉન્ડ બહારથી 65 કિલો વાસી...

જામ્યુકો ફુડ શાખા દ્વારા શ્રાવણી મેળામાં પ્રદર્શન ગાઉન્ડ બહારથી 65 કિલો વાસી ખોરાકનો નાશ

મેળાના હંગામી લાયસન્સ માટે રૂા.24,900 ની વસુલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણની દુકાનો તેમજ જામ્યુકો આયોજિત શ્રાવણી મેળામાં ચેકિંગ હાથ ધર્યુ હતું જેમાં મેળામાંથી બટેટા, દાબેલીનો મસાલો સહિતની કુલ 65 કિલો જેટલી અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

શ્રાવણ માસના તહેવારને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ, નમકીન વિક્રેતાઓને અલગ-અલગ વિસ્તારોમાં રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ બેંક પાસે એચ.જે.વ્યાસ, ન્યુ જામ વિજય ફરસાણ, વ્યાસ એન્ડ વ્યાસ મીઠાઇવાલા, નવલભાઈ મીઠાઈ વાલા, દીલીપ ડેરી, ન્યુ જામ વિજય સ્વીટ માર્ટ, મહાલક્ષ્મી ચોકમાં ચંદુલાલ છોટાલાલ મીઠાઇવારા, બર્ધન ચોક રોડમાં ત્રવાડી સ્વીટ, પંચેશ્વર ટાવર રોડ પાસે નવકાર સ્વીટ ફરસાણ, રવરાઈ સ્વીટ નમકીનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરૂ થયેલ મેળામાં જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન, ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટમાંથી 3 કિલો ગ્રેવી વાસી જણાતા સ્થળ પર નાશ કર્યો હતો. આશાપુરા પાઉંભાજીમાંથી 3કિલો બોઈલ બટેટા, ગુજરાત કચ્છી સ્નેક દાબેલીમાંથી 1 કિલો દાબેલીનો મસાલો તેમજ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર આવેલ કુલ 40 ખાદ્ય વિક્રેતા ને ત્યાંથી 65 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાવ્યો હતો.

- Advertisement -

તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરૂ થયેલ મેળા તથા નાગેશ્ર્વર રંગમતી નદી પટમાં યોજાતા મેળામા તદન હંગામી રજીસ્ટ્રેશન/લાયસન્સની કુલ 24,900 રૂા.ફી વસુલાત કરી જે.એમ.સી.તિજોરીમાં જમા કરાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular