Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજન્માષ્ટમીએ જામનગરમાં નિકળી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા, ઠેર ઠેર મટકીફોડ-સ્વાગત

જન્માષ્ટમીએ જામનગરમાં નિકળી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા, ઠેર ઠેર મટકીફોડ-સ્વાગત

- Advertisement -

જામનગરમાં જન્માષ્ટમીના પાવન પર્વે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરથી નીકળેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ત્યારે 13 થી વધુ જાહેર સ્થાન ઉપર શોભાયાત્રા નું અદકેરું સ્વાગત, મટકીફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતુ.

- Advertisement -

જામનગરમાં જન્માષ્ટમીના પાવન પર્વે તા. 7, સપ્ટેમ્બર, 2023ના ગુરુવારે 17મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાના પ્રારંભે શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ. ચત્રભુજ સ્વામીજી, ખીજડા મંદિરના પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, પૂ. દિવ્ય ચૈતન્યજી મહારાજ, પૂ. ચંદન સૌરભજી મહારાજ. પૂ. સુરેન્દ્રજી મહારાજ સહિતના અનેક સંતો-મહંતો ઉપરાંત જામનગર 79 ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, લોહાણા સમાજના પ્રમુખ અને જાણીતા અગ્રણી જીતુભાઈ લાલ, વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારાપરા, સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના ડાયરેકટર ભાણજીભાઈ પાંભર, જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, સુરેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદના મહિલા પ્રાંત સહ સંયોજીકા હીનાબેન અગ્રાવત, હિન્દુ સેનાના પ્રતિકભાઇ ભટ્ટ, હિન્દુ જાગરણ મંચના ભરતભાઈ ફલિયા, ખીજડા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, ગિરધારીલાલ તનેજા, જામનગરના કોર્પોરેટર કેતનભાઇ નાખવા, સુભાષભાઈ જોશી, જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ), વ્રજલાલભાઈ પાઠક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસે બજરંગદળના 251 નવયુવાનોને ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી હતી. આ ત્રિશૂળદીક્ષાના શપથ બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજાએ લેવડાવ્યા હતા. અને પ્રસ્થાન કાર્યક્રમનું સંચાલન સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયાએ કર્યું હતુ. આ શોભાયાત્રા પૂર્વે સફળ બનાવવા માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, ભિમશીભાઈ પિઠીયા, સહયોગ આપનાર ભાવેશભાઈ (બાદશાહભાઈ) ગાગિયા, કિશનભાઇ વસરા, મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ નાની-નાની સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસ્થાન પ્રસંગે જગદગુરૂ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ અને સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી ચત્રભુજ સ્વામીજીએ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવી હતી અને શોભાયાત્રાને સફળ બનાવવા બદલ તમામ લોકોને ધન્યવાદ પાઠવ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણજીના બાલ સ્વરૂપનું ભાગવત આચાર્ય પ્રહલાદ શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતુ. અને ખીજડા મંદિરે ખાસ અલાયદા બનાવાયેલા રથમાં ભગવાન શ્રી કૃષ્ણજીને પગપાળા સમગ્ર જામનગરમાં શોભાયાત્રા સાથે પરિભ્રમણ કરવામાં આવ્યું હતુ.

જામનગરમાં 17 માં વર્ષે નીકળેલી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી 5 નવતનપુરી ધામ- ખીજડા મંદિરના ચાર ફ્લોટ્સ જેમાં ગાય સાથે શ્રીકૃષ્ણ, ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ તેમજ ઋષિમુનિઓને દર્શન આપતા કૃષ્ણની ઝાંખી અને ખાસ બનાવેલ મુખ્ય રથમાં રાજશ્યામજી તેમજ શ્રી બાલ કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરી સામેલ કરાયા હતા. આ ઉપરાંત વૈષ્ણવ સમાજ – મોટી હવેલી દ્વારા કાનગોપી ની ઝાંખી, આણદાબાવા સેવા સંસ્થા, સ્વામિનારાયણ ગુરુકુળ નાઘેડી, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ગાયત્રી શક્તિપીઠ દ્વારા ખાસ ઊંટ ગાડીમાં 4 ફ્લોટ્સમાં ગાયત્રી યજ્ઞ, સપ્તર્ષિ ઋષિ, આવો ઘડીએ સંસ્કારી પેઢી અને વ્યસનમુક્તિ ને લઈને ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ રાધે કૃષ્ણ ની ઝાંખી, ખોડલધામ જામનગર જિલ્લા સમિતિ, લેઉવા પટેલ સેવા સમાજ, સમસ્ત ભાટિયા યુવક મંડળ દ્વારા દર્શાવતારની ઝાંખી, યોગેશ્વર મહિલા મંડળ ગાંધીનગર દ્વારા પણ વાસુદેવની ઝાંખી સાથે આકર્ષક ફ્લોટ, ઓમ યુવક મંડળ, સ્વ હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના સાંસદ પુનમબેન માડમ દ્વારા પ્રસાદ વિતરણ સાથે ધાર્મિક ફ્લોટ, હરિદાસ જીવણદાસ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણજીની ઝાંખી, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ઝાંખી સાથે પ્રસાદ વિતરણ, નવાનગર સેવા સંસ્થા દ્વારા વિશિષ્ટ ફ્લોટ દ્વારા પ્રસાદ અને પાણીનું વિતરણ, માં દર્શન ગૌશાળા દ્વારા રાધે કૃષ્ણની અલૌકિક ઝાંખી, પ્રણામી ગ્લોબલ સ્કૂલ દ્વારા શ્રી રાધે કૃષ્ણજીની ઝાંખી તેમજ આપણું ગુજરાતની ઐતિહાસિક વારસો દર્શાવતી અલગ અલગ બે કૃતિઓ રજૂ કરાઈ હતી. આમ 25 થી વધુ ફ્લોટ સાથે જન્માષ્ટમીની સૌથી મોટી શોભાયાત્રા આ 17મી વખત સાર્વજનિક રીતે નીકળી હતી. જેનું સંકલન વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હેમતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમ્યાન બજરંગ દળના યુવાનો દ્વારા ભગવા ધ્વજ સાથે જોડાઈને કેસરિયો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા દરમિયાન જામનગરમાં સૌપ્રથમ વખત 13થી વધુ જાહેર જગ્યાઓ પર મટકી ફોડ, સ્વાગત સહિતના કાર્યક્રમ યોજાયા હતા શોભાયાત્રા ના પ્રારંભે હવાઈ ચોક ખાતે નેશનલ પરિવાર વોર્ડ નંબર 13 દ્વારા મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ચાકલા મંદિર પાસે પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાયું હતું, વિશ્ર્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે સેન્ટ્રલ બેન્ક પાસે મટકી ફોડ કરવામાં આવ્યું હતું, જ્યાં હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ શોભાયાત્રા નું સ્વાગત અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, બર્ધન ચોક વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ અને ભોલાભાઈની ટીમ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શોભાયાત્રામાં સામેલ લોકો માટે ડ્રાયફ્રૂટ વાળા દૂધની વિશિષ્ટ પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી. દરબારગઢ વિસ્તારમાં શ્વાસ ઇન્ડિયા દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાંથી ચાંદી બજાર વિસ્તારમાં પહોંચેલી શોભાયાત્રાને જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાની આગેવાનીમાં વેપારી અગ્રણીઓએ આવકારી શોભાયાત્રાનું સ્વાગત કરી મટકી ફોડ કાર્યક્રમ યોજ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરી હતી, ત્યાંથી ગણેશ ફળી – પ્રાણનાથજી મેડી મંદિર પાસે બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ પાસે પહોંચી હતી જ્યાં ગઢવાળા ડાડા ગ્રુપ- જય વછરાજ મિત્ર મંડળના રાકેશભાઈ સોલંકી અને તેની ટીમ દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજી શોભાયાત્રાના સુંદર આયોજન બદલ જગદગુરૂ આચાર્ય કૃષ્ણમણી મહારાજને સાલ અને મોમેટો વડે આવકારી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપૂત સમાજ દ્વારા મટકી ફોડ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત નવી વાસ પાસે વેસ્ટ ઇન્ડિયા નજીક રોટ્રેક્ટ ક્લબ ઓફ ઈમેજીકા યુથના વિનોદભાઈ લાખાણી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો અને ખાસ ગાયો માટે સેફટી બેલ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાંથી ખાદી ભંડાર પાસે શોભાયાત્રા નું પરમાનંદ સ્ટીલ પાસે પહોંચી ત્યારે પૂ. ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર અને સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાં બેડીગેટ સ્વામિનારાયણ મંદિરના પૂ.ચત્રભુજ સ્વામીજીએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને બેડીગેટ પાસે શોભાયાત્રા પહોંચતા જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંજીતભાઈ નાખવા અને તેની ટીમે સ્વાગત કર્યું હતું અને મટકી ફોડ કાર્યક્રમ યોજ્યો હતો. ત્યાંથી પંચેશ્વર ટાવર વિસ્તારમાં પહોંચતા જ ભરવાડ સમાજ તેમજ ગોપાલક યુવા સંગઠન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં ભાવિકોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યાંથી કંદોઈની વાડી પાસે ગિરનારી મિત્ર મંડળ દ્વારા પણ શોભાયાત્રા નું સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં હવાઈ ચોક ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા પહોંચી હતી જ્યાં રાસ ગરબા સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.. તેમજ કૃષ્ણ કનૈયા લાલ કીના જય નાદ સાથે શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

જામનગરમાં નીકળેલ જન્માષ્ટમીની સાર્વજનિક વિશાળ શોભાયાત્રા દરમિયાન તંત્ર દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગ દ્વારા જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની રાહબરી હેઠળ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન. એ. ચાવડા, ટ્રાફિક પી.આઈ રામભાઈ કંડોરીયા દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શોભાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

- Advertisement -

આ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાને સફળ બનાવવા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભિમશીભાઈ પીઠીયા, ભરતભાઈ ડાંગરિયા અને ભરતભાઈ ફલીયા સહિતની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular